સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન (ટી.એસ.સી)
યોજનાનો હેતુ
- ગ્રામ્ય કક્ષાએ સંપૂર્ણ સ્વચ્છતા, ગ્રામ સફાઈ, ઉકરડા તેમજ ગ્રામ્ય સુખકારી માટે વ્યક્તિગત-સામુહિક,પ્રા.શાળા આંગણવાડીમાં શૌચાલય સુવિધા પુરી પાડવી
નાણાંકીય સહાય (તા.1/6/11 થી અમલમાં છે.) વ્યક્તિગત શૌચાલય બી.પી.એલ. માટે
| કેન્દ્ર | રાજ્ય | કુલ રૂ।. |
|---|---|---|
| રૂ. 2200 | રૂ.1000 | રૂ. 3200 |
નાણાંકીય સહાય (તા.19/7/11 થી અમલમાં છે.) વ્યક્તિગત શૌચાલય એ.પી.એલ. માટે
| કેન્દ્ર | રાજ્ય | કુલ રૂ।. |
|---|---|---|
| - | રૂ.2000 | રૂ. 2000 |
| ક્રમ | કેન્દ્ર | રાજય | કુલ રૂ।. | |
|---|---|---|---|---|
| 1 | પ્રાથમિક શાળા | 70 ટકા | 30 ટકા | 35000 |
| 2 | આંગણવાડી | 70 ટકા | 30 ટકા | 8000 |
| 3 | સામુહિક શૌચાલય | 60 ટકા | 30 ટકા + 10 ટકા લોક ફાળો | 200000 |
લાયકાત/ધોરણ
- અનુ.જાતિ,અનુ.જનજાતિ અન્ય બીપીએલ લાભાર્થી
- પ્રાથમિક શાળાઓ જ્યાં શૌચાલય સુવિધા નથી તેવી પ્રા.શા.
- સામુહિક શૌચાલય ગ્રામ પંચાયત વિસ્તાર નિશ્ર્ચિત કરે તે મુજબ.
યોજના હેઠળ લાભ લેવા કોનો સંપર્ક કરવો
- ગામ માટે 'ગ્રામ સુખાકારી સમિતિ' અને ગ્રામપંચાયત તથા તાલુકા માટે 'તાલુકા સુખાકારી સમિતિ' અને તાલુકા પંચાયત તથા જિલ્લા માટે' જિલ્લા સુખાકારી સમિતિ ' જિલ્લા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો પણ સંપર્ક કરી શકાય.

