સાકરીયા ગામે કાંસ ઉંડુ કરવાનું કામ
| ગામનું નામ | સાકરીયા |
| તાલુકાનું નામ | બાલાસિનોર |
| કામનું નામ | સાકરીયા ગામે કાંસ ઉંડુ કરવાનું |
| કામની અંદાજીત રકમ | 1,04,235/- |
| કામ શરૂ કર્યાની તારીખ | 25/6/2008 |
| થયેલ ખર્ચ | 97,957/- |
| રોજગારી આપેલ કુટુંબની વિગતો | એસ.સી. 27, એસ.ટી. 15, લઘુમતી 10, અન્ય 215, કુલ 237 |
| ઉત્પન્ન થયેલ માનવદિન | એસ.સી. 576, એસ.ટી. 339, અન્ય 694 કુલ 3298, સ્ત્રી 355 |

સાકરીયા ગામ કોતર વિસ્તારમાં આવેલ છે. ગામની નજીકથી શેઢી નદીને જોડતો કાંસ પસાર થાય છે. જે કાંસમાં પુરાણ થયેલ છે. જેથી વહન શક્તિમાં ઘટાડો થયેલ હોવાથી પાણી આજુબાજુના ખેતરોમાં ફેલાઈ જાય છે. અને પાકને વાર્ષિક રૂ. 5 થી 6 લાખનું નુકશાન થાય છે. કાંસ કરવાથી પાણીની વહન શક્તિમાં વધારો થશે અને પાણી બહાર ખેતરોમાં ફેલાતું અટકશે. ગામનો મુખ્ય ધંધો ખેતી, પશુપાલન છે. એન.આર.ઈ.જી.એ યોજના અંતર્ગત કાંસની સફાઈ કરવાથી પાકને નુકશાન ઓછુ થાય છે. ઘાસચારો વધેલ છે. ગામમાં જ ગામના લોકોને રોજગારી મળેલ છે. જે કાંસ પાણી સંગ્રહ કરવાની સક્ષમતામાં આશરે 0.75 લાખ ગેલનની થઈ છે. આ ગામનો કાંસ ઉંડો થવાથી સામાજીક તથા સાર્વજનીક ફાયદો થયેલ છે.

