સફળ કિસ્સાઓ (એસ.જી.એસ.વાય)

હું શ્રી જવાનસિંહ રાવજીભાઈ સોલંકી રહે. જમણી, તા.કઠલાલ, જી.ખેડાનો રહેવાસી છું. મે તાલુકા પંચાયત ડી.આઈ.ડી.એ. શાખામાંથી એસ.જી.એસ. વાય યોજના અંતર્ગત સ્વસહાય જુથ માંથી ભેંસની લોન લીધેલ. અમો નિયમીત પણે બેંકના હપ્તા ભરીએ છીએ.

પરંતુ આજરોજ તા.16-12-2009 ના સાંજે 5 - 00 વાગે અચાનક ભેંસ મરણ પામેલ, મરણ પહેલાં પશુને ખેંચ આવી અને તરફડીયા મારવા લાગી, અમો આ અત્રેના પશુ ડોકટર શર્મા સાહેબને ફોન કર્યો, પરંતુ તેમના આવતા પહેલાં પશુ મરણ પામેલ, મરણ પહેલાં પશુ તરફડીયા મારતા કાનમાં લાગેલ પ્લાસ્ટીક કડી તુટીને કયાંક ખોવાઈ ગયેલ અને તેની અમોને ખબર ના પડી. અમો બધા ચિંતાતુર બન્યા કે પશુનો વીમો પાસ ન થાય તો અમારે આ મોંઘવારીમાં નવી ભેંસ કયાંથી લાવવી. પરંતુ અત્રેના પશુ દવાખાનાના ડોકટર શર્મા સાહેબ આવ્યા તેમણે અમને સમજણ આપી કે ચિંતા જેવું કંઈ નથી. પણ અમારી ચિંતા ઓછી થતી નથી. કારણકે આજથી ત્રણ વર્ષ પહેલાં અમોએ લોન લીધેલ આવી જ રીતે પશુ મરણ થયેલ અને મરતા પહેલાં પશુ તરફડીયા મારતાં કડી નિકળી ગયેલ અને વીમા કંપનીએ વીમો પાસ ન કરેલ કારણ પુછતાં તેમણે જણાવેલ કે નો ટેગનો કલેમ.

ડો. શર્મા સાહેબ એક મશીન કાઢી ડાબા કાન ઉપર રાખતા જ કડીના નંબર આવી ગયેલ અને તેનો ફોટો પાડયો અને તેમણે ઈન્ડીયન બેંક માઈક્રોસેટ શાખાના બ્રાંચ મેનેજર શ્ર સરાડીયા સાહેબને અને ઓરીએંટલ કંપનીના મેનેજરશ્રીને પરિસ્થીતીથી વાકેફ કરતાં તેમણે ઈલેકટ્રોનીક કડી જે પ્લાસ્ટીક કડી સાથે પહેરાવેલ તેને તેઓએ માન્યતા આપી અને કીધુ કે લાભાર્થીને કહી દો કે ચિંતાની કોઈ જરૂર નથી.મને વીમો પણ મળી ગયેલ છે અને આજે બીજી વેચાતી ભેંસ લાવેલ છું તેના ઉપર અમારૂ ગુજરાન ચાલે છે. તેથી ઈલેકટ્રોનીક કડી અમારા માટે આશીર્વાદરૂપ થયેલ છે.

આપનો વિશ્વાસુ
શ્રી જવાનસિંહ રાવજીભાઈ
રહે. જમણી, તા.કઠલાલ

<<પાછળ