સફળ કિસ્સાઓ (શ્રમયોગી)

ઠાસરા તાલુકાના ખીજલપુર વાંટાનો હું બજાણીયા ફતાભાઈ વાઘાભાઈ અતી ગરીબ કુટુંબનો વતની છુ. મારી આર્થિક પરિસ્થિતિ જોઈ મને ખીજલપુર ગામમાં ગ્રામસેવકશ્રીએ શ્રમયોગીમાં પસંદ કર્યો અને અવાર- નવાર મારી મુલાકાત લઈ મારી પરિસ્થિતિની માહિતી મેળવતા તેમણે મને કોઈપણ ધંધો કરવાની વાત કરી, જેથી મેં ચૂડી બંગડી વેચાણ માટેનો ધંધો કરીશ તેમ જણાવ્યું જેથી ગ્રામસેવકશ્રીએ સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના હેઠળ લોન કેસનો ફોર્મ ભરાવ્યુ અને તાલુકામાંથી મંજુર કરાવી સેન્ટ્રલ બંક થામણામાં મારી સાથે આવ્યા અને બ્રાન્ચ મેનેજરને વિનંતી કરી કે સદર લાભાર્થી શ્રમયોગી અતિ ગરીબ હોઈ તેમની લોન મંજુર કરવા ભલામણ કરી. અને બ્રાન્ચ મેનેજર દ્વારા મને કુલ લોન રૂ.5000/- ચૂડી બંગડીનાવેચાણ માટે લોન અપાવી તેમજ રૂ.1500/- ની સહાય તાલુકા પંચાયત મારફત મળી જેથી હું સદર લોનમાંથી હાથલારી તેમજ ચૂડી બંગડી ખરીદ કરી હું આજુબાજુના ગામોમાં મારો ધંધો ચાલુ કર્યો જેથી મારી આવક આવવા લાગી જેમાં હું બેંકનાહપ્તા પણ નિયમિત ભરૂ છું. અને નફામાંથી મારા ઘરનું ગુજરાન સારી રીતે ચલાવું છું .આવી રીતે મારો ધંધો કરીશ એ સપનામાં પણ વિચાર્યુ ન હતું પરંતુ શ્રમયોગી યોજનાને લીધે ગ્રામ સેવકના સહકારથી મારૂ જીવન સારી રીતે જીવું છું અને સમાજમાં પણ મારી પ્રતિષ્ઠા વધી છે.

આપનો વિશ્વાસુ
ફતાભાઈ વાઘાભાઈ બજાણીયા
શ્રમયોગી, ખીજલપુર વાંટા, તા. ઠાસરા

આગળ>>