અમારા ઉદ્દેશો
ગરીબી નિવારણ માટેના ભારત સરકાર કે રાજય સરકાર જે કાર્યક્રમો નક્કી કરે તેનું સરકારશ્રીની માર્ગદર્શક સુચનાઓ મુજબ જિલ્લાકક્ષાએ અમલીકરણ કરવું.
જિલ્લા અને તાલુકાએ કામ કરતી વિવિધ એજન્સીઓનું સંકલન કરવું.
ગરીબીરેખા હેઠળ જીવતાં કુટુંબોનું વખતો વખત સર્વેક્ષણ કરવું.
સર્વે કામગીરીનો સમન્વય કરી તાલુકાકક્ષાએથી વાર્ષિક આયોજન મંગાવી, મંજુર કરી જિલ્લાનું વાર્ષિક આયોજન તૈયાર કરવું.
કાર્યક્રમોનું જુદા જુદા સ્તરે મુલ્યાંકન અને દેખરેખ. આંતઃસ્તરીય સગવડો ઉભી કરવી અને જુદા જુદા ક્ષેત્રોમાંથી સહયોગ મેળવવો.
કાર્યક્રમોનો પ્રસાર કરી લોકજાગૃતિ કેળવવી. ગ્રામિણ ગરીબોને રોજગારી આપી આર્થિક ઉન્નતી કરવી.
પ્રજાકીય પ્રશ્નોના નિકાલ માટે સદાય તત્પર રહેવું.
રાજય સરકાર નક્કી કરે તે મુજબ નિયત સમયે અહેવાલો મોકલવા.

