મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર બાહેંધરી યોજના - ગોલ્ડન ગોલ્સ

  • યોજના અંતર્ગત દરેક ગામમાં કામ ચાલુ રહે તથા રોજગાર ઈચ્છુક શ્રમિકોને સ્થાળાંતર ન કરવું પડે તેવું આયોજન કરીશુ. બી.પી.એલ. કુટુંબ જે જમીન ધરાવે છે તેઓની જમીનને સિંચાઈ સવલતો આપવાનો નિર્ધાર કરેલ છે. તથા જે જમીનમાં સુધારણા કરવા જરૂરી હશે તે જમીનને સુધારણા હેઠળ લાવવા તથા દરેક બી.પી.એલ. કુટુંબને યોજના હેઠળ પુરતી રોજગારી (100 દિન) તથા પુરતું વેતન સમયસર મળી રહે તેવા પ્રયત્નો હાથ ધરીશું.
  • યોજના દ્વારા ગ્રામને સર્વાંગી વિકાસને લગતા કામો હાથ ધરીને ટકાઉ અસ્કયામતો ઉભી કરવાનો મક્કમ નિશ્ચય કરીશું.
  • કામના સ્થળે પ્રાથમિક સારવારના સાધનો, શુધ્ધ પીવાના પાણીની વ્યવસ્થા તથા નાના ભુલકા માટે ઘોડીયા તથા છાંયડાની વ્યવસ્થા રાખીશ તથા શ્રમિકને અકસ્માતથી થયેલ ઈજા માટે તાત્કાલીક સારવાર વિના મુલ્યે મળી રહે તેવા પ્રયત્નો હાથ ધરીશું.
  • યોજનામાં જિલ્લાના તમામ બી.પી.એલ. લાભાર્થીઓને જોબકાર્ડ અપાવીશ.
  • વૃધ્ધો અને મહીલાઓને રહેઠાણની નજીકના સ્થળે કામો ફાળવવા પ્રયત્ન કરીશ.
  • યોજનાની જોગવાઈ મુજબ હાજરી પત્રક નિભાવી દિવસમાં બે વાર કામ પર આવેલા શ્રમિકોની હાજરી નોંધીશ.
  • યોજના અંતર્ગત થયેલ કામોથી ઉદભવેલ અસ્કયામતોની વિગતો માટે મિલ્કત રજીસ્ટર નિભાવીશ.
  • કામ પર આવેલા શ્રમિકોને એક અઠવાડીયામાં અને મોડામાં મોડું 15 દિવસમાં વેતન ચુકવણું કરાવીશ.
  • અકસ્માતે શ્રમિકનું અવસાન થાય કે કાયમી ધોરણે અપંગતાની સ્થિતિ સર્જાય ત્યારે મળવાપાત્ર લાભો જેવા કે રૂ.25000/ ની સહાય તાત્કાલીક જરૂરી સમયે મળી રહે તેવા પ્રયત્નો હાથ ધરીશ.
  • ગામોમાં થયેલ કામોનું સામાજીક ઓડીટ નિર્ભયતાથી થાય તથા ગ્રામસભામાં પુરતી હાજરી થાય તેવા પ્રયત્નો હાથ ધરીશ.
  • યોજના અંતર્ગત જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારના ગરીબોને રોજગારી અપાવીશ.